દર્દી શાકાહારી હોવાના કારણે આરોગ્ય વિમાનો દાવો નકારી ન શકાય: ગ્રાહક કોર્ટ

28 November 2022 12:01 PM
Ahmedabad Gujarat
  • દર્દી શાકાહારી હોવાના કારણે આરોગ્ય વિમાનો દાવો નકારી ન શકાય: ગ્રાહક કોર્ટ

અમદાવાદ તા.28
શાકાહારી હોવાને કારણે ભોજનમાં ડાયટ પ્લાન ન રાખવાના કારણે આરોગ્ય સમસ્યા ઉભી થઈ હોવાની દલીલ સાથે દર્દીનો દાવો ફગાવી દેનાર વિમા કંપનીને વ્યાજ સાથે વિમા દાવાની રકમ ચૂકવવા જીલ્લા ગ્રાહક પંચે આદેશ કર્યો છે.

દર્દી શાકાહારી હોય તેમાં તેનો કોઈ વાંક નથી અને વિમા કંપનીઓ દાવો નકારવા માટે દર્શાવેલુ કારણ ખોટુ અને આરોગ્ય હોવાનો ચુકાદો આપીને વિમા કંપનીને વ્યાજ સાથે નાણાં ચુકવવાનો આદેશ કર્યો હતો. ઓકટોબર 2015ના આ કેસ અંતર્ગત મીત ઠકકર નામના યુવાનને નબળાઈ સહિતની બિમારી સબબ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.

એકાદ સપ્તાહની સારવારનું બીલ રૂા.1.06 લાખ થયુ હતું. ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ વિમા કંપનીએ દાવો ફગાવી દીધો હતો. ડાયટ સપ્લીમેન્ટ યોગ્ય ન હોવાથી વિટામીન બીવરની કમીને કારણે આ સમસ્યા ઉદભાયાના ડોકટરના નિદાન રિપોર્ટને કારણે દાવો નકાર્યો હતો.

દર્દી- મીત ઠકકરે અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. સુનાવણી બાદ ગ્રાહક અદાલતે ચુકાદામાં કહ્યું કે શાકાહારી લોકોમાં વિટામીન બી12ની કમી હોઈ શકે છે. દર્દી- મીત ઠકકરની આરોગ્ય સમસ્યામાં તેનો કોઈ વાંક નથી. ડાયટ પ્લાનમાં ઉણપની દલીલ યોગ્ય નથી. વિમા કંપનીને રૂા.1.06 લાખનુ બીલ 9 ટકા વ્યાજે ચૂકવવાનો આદેશ કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement