(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.28 : જસદણ વિધાનસભા બેઠક માટે 1962 ની પ્રથમ ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન તથા 2012 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. જસદણ વિધાનસભા બેઠકની 1962 ની પ્રથમ ચૂંટણીમાં 40.79 ટકા, 1967 ની ચૂંટણીમાં 56.81 ટકા, 1972 ની ચૂંટણીમાં 48.94 ટકા, 1975 ની ચૂંટણીમાં 70.55 ટકા, 1980 ની ચૂંટણીમાં 52.90 ટકા, 1985 ની ચૂંટણીમાં 50.98 ટકા, 1990 ની ચૂંટણીમાં 50.05 ટકા, 1995 ની ચૂંટણીમાં 65.43 ટકા, 1998 ની ચૂંટણીમાં 61.10 ટકા, 2002 ની ચૂંટણીમાં 77.56 ટકા, 2007 ની ચૂંટણીમાં 64.21 ટકા, 2009 ની પેટા ચૂંટણીમાં 69. 87 ટકા, 2012 ની ચૂંટણીમાં 80.62 ટકા મતદાન નોંધાયું હતું. 2012 ની ચૂંટણીમાં યોજાયેલ મતદાન 80. 62 ટકા એ જસદણ બેઠકના ઇતિહાસનું સૌથી વધુ મતદાન હતું એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં પ્રથમ રાઉન્ડની ચૂંટણીમાં બીજા નંબરનું મતદાન હતું. હવે અત્યારની ચૂંટણીમાં જસદણ બેઠકમાં કેટલું મતદાન થાય છે તેના ઉપર લોકોની નજર છે.