ગોંડલ બેઠકના 118 મતદાન મથકના બિલ્ડીંગ પર વેબકાસ્ટીંગ કરાશે

28 November 2022 12:06 PM
Gondal
  • ગોંડલ બેઠકના 118 મતદાન મથકના બિલ્ડીંગ પર વેબકાસ્ટીંગ કરાશે

ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાસ વ્યવસ્થા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા), ગોંડલ,તા.28
ગોંડલ તા.વિધાનસભા બેઠકના મતદાન મથકોના કુલ મળીને 118 મતદાન મથકના બિલ્ડીંગ ઉપર વિડીયો દ્વારા વેબ કાસ્ટિંગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો, ઓછું મતદાન થતું હોય તેવા મતદાન મથકો, વધારે મતદાન થતું હોય તેવા મતદાન મથકો તેમજ અગાઉ કોઈ જૂથ અથડામણ થઈ હોય અથવા મતદાન પ્રક્રિયામાં અડચણરૂપ ઘટના બની હોયતેવા મતદાન મથકો ઉપર સામાન્ય રીતે વેબકાસ્ટિંગ કરવામાં આવે છે એટલે કે આવા મતદાન મથક ઉપર સીસીટીવી કેમેરાની જેમ સમગ્ર મતદાન મથકની મતદાનનાં દિવસે આખા દિવસની પ્રક્રિયાનું લાઇવ વિડિયો કરવામાં આવે છે.

જોકે આ લાઇવ વિડિયો ફક્ત મુખ્ય ચૂંટણી અધિકારી સહિત ચૂંટણી પંચનાં ઉચ્ચ અધિકારીઓ જોઈ શકે છે. વિધાનસભા બેઠક માટે ગોંડલ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાં કુલ મળીને 118 મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

ગોંડલ ચૂંટણી અધિકારી કે. વી. બાટી નાં માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી અને ગોંડલ મામલતદાર દ્વારા આ અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement