રાજકોટ,તા.28 : જસદણના અર્જૂન પાર્ક નામના વિસ્તારમાંથી દારૂની 122 બોટલો મળી આવતા પોલીસે દારૂ છુપાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.પોલીસ સૂત્રોની જણાવ્યા મુજબ ગઈકાલે રવિવારે બપોરે સીડીત્રણેક વાગ્યા આસપાસ જસદણ પોલીસના પીઆઈ ટી.બી.જાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા
જયારે પીઆઈને બાતમી મળતા ચીતલીયા રોડ પર આવેલા અર્જુન પાર્કમાં આંગણવાડીની બાજુમાં આવેલા પ્લોટમાં એક ઓરડીમાં છુપાવી રાખેલો રૂ।.89160ની કિંમતનો 122 બોટલ વિદેશી દારૂ નાચકામાં ભરેલો મળી આવ્યો હતો. આ મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો હતો. દારૂનો જથ્થો આરોપી વિશ્વજીત ઉર્ફે ગોપાલ કનુ વાળા (રહે. અર્જુનપાર્ક જસદણ)એ છુપાવી રાખ્યો હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
બીજી તરફ ચૂંટણી અનન્વે પેટ્રોલિંગમાં રહેતી જેતપુર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે જેતપુરના પાંચપીપળા રોડ પર પટેલનગરમાં રહેતા વિનોદ ગોરધન ભાલારા (ઉ.વ.54) એ પોતાની કણકીયા પ્લોટમાં આવેલી પોતાની ઓમ સેન્ટર પ્રાઈઝ નામની દુકાનમાં દારૂની બોટરનો છુપાવી છે.જેથી પીઆઈ હેરમાના માર્ગદર્શનમાં સ્ટાફે ઓમ એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડતા બિલના ખાનામાંથી દારૂની રૂ।.1800 ની કિંમતની 6 બોટલો મળી આવતા ગુનો દાખલ કરી આ ટેપ્પોની ધરપકડ કરાઈ હતી.