જુનાગઢ, તા.28 : વંથલીના થાણાપીપડી ગામે પતિ-પત્ની વચ્ચેના કંકાસમાં આધેડે ઝેરી દવા પીને જીવ આપી દીધો હતો. આ અંગેની વિગત મુજબ વંથલીના થાણાપીપડી ગામે રહેતા પ્રવિણભાઇ બચુભાઇ ગજેરા (ઉ.વ.51) અને તેમના પત્ની વચ્ચે અવારનવાર કોઇના કોઇ બાબતે ઝગડા થતા હોય જેનાથી કંટાળી જઇ ગત તા. 26-11ના ઝેરી દવા પી લેતા મોત નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
ભેદ ઉકેલાયો
માણાવદરના બાંટવા એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરે પોતાનું બાઇક એસ.ટી. વર્કશોપમાં રાખ્યું હતું. ત્યાંથી તેમના બાઇકની ચોરી થવા પામી હતી. જેથી ફરીયાદના આધારે બાંટવા પીએસઆઇ જે.એચ.કચોટ અને સ્ટાફે તપાસ કરતા માણાવદરના રાહુલ કાંતિલાલ નેનુજી (ઉ.વ.ર3)ને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતે મોત
મેંદરડાના દાત્રાણા ગામે રહેતા વલ્લભભાઇ મુળજીભાઇ લોલડીયા (ઉ.વ.80) ગત તા.25-11ના રોજ સાંજે 4 કલાકે ચાલીને બજારમાં જતા હતા ત્યારે તેઓ પડી જતા ગાડાનું વીલ પડખામાં વાગી જતા ગંભીર ઇજા થતા સારવાર માટે લઇ જવાતા જયાં તેમનું મોત નોંધાયું હતું. મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતીનું મોત
કેશોદ ઇન્દીરાનગરમાં રહેતા રાજુભાઇ આણંદભાઇ બાબરીયા (ઉ.વ.48)ની પુત્રી નીશાબેન (ઉ.વ.18) એ ગત તા. 26-11-22ના રોજ ભુલથી ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.