પ્રભાસપાટણ, તા.28 : તારીખ 26/ 11/ 2022 ના રોજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના યોગ ભવન ખાતે કાયદા વિભાગ ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશન, જિલ્લા સરકારી વકીલની કચેરી, ગીર સોમનાથ તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ભારતના બંધારણમાં મૂળભૂત હક અને ફરજો’ વિષય પર ભારતીય બંધારણ દિવસ નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં વેરાવળમાંથી, તાલાળામાંથી, જુનાગઢથી અનેક જજીસ તેમજ વકિલોએ માર્ગદર્શન આપ્યું. આ સેમિનારમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો શૈક્ષણિક સ્ટાફ તેમજ શાસ્ત્રી આચાર્ય કક્ષાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મંગલ પ્રારંભ દીપ પ્રાગટ્યથી અને વિશ્વવિદ્યાલયના ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરીને કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વરિષ્ઠ અધિવકતા કિશોરભાઈ કોટકજીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરી માર્ગદર્શન આપ્યું હતું.યુનિવર્સિટી વતી આચાર્ય નરેન્દ્રકુમાર પંડ્યાજીના માર્ગદર્શનમાં ડો પંકજકુમાર રાવલ, ડો. જયેશભાઈ મુંગરા તેમજ ડો. બી. ઉમામહેશ્વરીજીએ સમગ્ર કાર્યક્રમનું સ્થાનિક સંયોજન તેમજ સંકલન કર્યું હતું.