(સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.28 : ધોરાજી ખેડૂત રણછોડભાઈ બાબરીયાની યુવાનપુત્ર વિનેશભાઈ બાબરીયાનું યુવાન વયે દુ:ખદ અવસાન થયેલ બાદમાં પરીવાર જનોએ પોતાની પુત્ર વધુને પોતાની પુત્રી સમાન ગણી પોતાની પુત્રવધુના પરીવારજનો તથા બાબરીયા પરીવાર દ્વારા પુત્ર વધુ સેવા દિપ્તીબેન માટે યોગ્ય મુરતીયો શોધી અને જૂનાગઢના શિક્ષણ યુવાન સાથે શાસ્ત્રોકત વિધિથી ધામે ધુમે પુત્ર વધુને પોતાની પુત્રી હોય એજ રીતે ધામેધુમે શાસ્ત્રોકત વિધિ મુજબ લગ્ન કરી લાખેણા કરીયાર કરી સમાજને નવો રાહ ચીંધેલ હતો.આ તકે બાબરીયા પરીવારના મોભી એવા રાધાબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા, અશોકભાઈ બાબરીયા, અને પરીવારજનોએ પોતાની પુત્રવધુને પુત્રી ગણીને સાસરે વળાવી સમાજને નવો રાહ ચીંધ્ધીયો હતો.