વેરાવળ તા.28 : ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી. બ્રાન્ચે ઉકેલી બે શખ્સોને રૂા.98,500 ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા, એ.એસ.આઇ., મેસુરભાઇ વરૂ, પો.હેડ કોન્સ. શૈલેષભાઇ ડોડીયા, પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, ઉદયસિંહ સોલંકી, સંદિપસિંહ ઝણકાટ સહીતના પેટ્રોલીંગમાં હોય
તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ધામળેજ થી કોડીનાર જતા રસ્તા પર રાખેજ ગામના પાટીયા પાસેથી (1) પ્રકાશ વરસીંગભાઇ ગોહીલ રહે.રાખેજ તથા (2) જયેશ રણમલભાઇ પરમાર રહે.રાખેજ ને રોકડા રૂૂા.22,500 તથા સોનાનો ઢાળીયો કી.રૂા.આશરે 76,000 મળી કુલ રૂા.98,500 ના ઘરફોડ ચોરીના મુદામાલ સાથે પકડી બંનેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ મુદામાલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા તપાસ કરતા સુત્રાપાડા પોલીસમાં ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો ડીટેકટ કરેલ છે.