ગીર સોમનાથના મહિલા સંચાલિત 28 સખી મતદાન મથકોપર વધુ મતદાન કરવા અભિયાન

28 November 2022 12:21 PM
Veraval Elections 2022
  • ગીર સોમનાથના મહિલા સંચાલિત 28 સખી મતદાન મથકોપર વધુ મતદાન કરવા અભિયાન

પ્રભાસ પાટણ તા 28 : વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્યા છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં પણ 4 વિધાનસભા મતવિસ્તારમાં 28 ’સખી મતદાન મથકો’ ઉભા કરવામાં આવશે. જે માત્ર મહિલા સંચાલિત મતદાન મથક જ હશે.જિલ્લામાં મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા મળી રહે

તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ વિધાનસભાદીઠ સાત-સાત મહિલા મતદાન મથકો તૈયાર કરાયા છે. આ સખી મતદાન મથકોમાં માત્ર મહિલાઓ ચૂંટણીલક્ષી તમામ ફરજ બજાવશે.સખી મતદાન મથક અંતર્ગત 90-સોમનાથમાં 63 વેરાવળ-1, 68 વેરાવળ-6, 87-વેરાવળ-25, 88 વેરાવળ-26, 96 વેરાવળ-34, 121 વેરાવળ-59, 123 વેરાવળ-61 સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.

91-તાલાળા મતવિસ્તારમાં 52 તાલાળા-6, 54 તાલાળા-8, 55 તાલાળા-9, 63 તાલાળા-17, 160 લાટી-3, 199 સુત્રાપાડા-13, 201 સુત્રાપાડા-15 સખી મતદાન મથકો તૈયાર કરાશે.ઉપરાંત 92-કોડીનાર વિધાનસભા વિસ્તારમાં 90 કોડીનાર-4, 91 કોડીનાર-5, 102 કોડીનાર-16, 103 કોડીનાર-17, 106 કોડીનાર-20, 107 કોડીનાર-21, તેમજ 112 કોડીનાર-26 સખી મતદાન મથકો બનશે. જ્યારે 93-ઉનામાં 134 ઉના-14, 138 ઉના-18, 139 ઉના-19, 140 ઉના-20, 141 ઉના-21, 142 ઉના-22, 143 ઉના-23માં સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement