ધોરાજીના યુવાનનું અકસ્માતમાં મોત: ચક્ષુદાન

28 November 2022 12:22 PM
Dhoraji
  • ધોરાજીના યુવાનનું અકસ્માતમાં મોત: ચક્ષુદાન
  • ધોરાજીના યુવાનનું અકસ્માતમાં મોત: ચક્ષુદાન

માનવસેવા યુવક મંડળને 82મું ચક્ષુદાન મળ્યું

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.28
ધોરાજીના પાર્થ વેકરીયાનું વાહન અકસ્માતમાં મોત નિપજેલ છે. સ્વ. પાર્થનું ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળને આ 82મું ચક્ષુદાન મળ્યું છે. ધોરાજીના અનાજ કરીયાણાના વેપારી અનીલભાઈ લાલજીભાઈ વેકરીયાના પુત્ર પાર્થ વેકરીયા પોતાના મિત્રને ત્યાંથી કારમાં ધોરાજી આવતા હતા એ દરમ્યાન ધોરાજીના ફરેણી રોડ પર કાર આડે ઢોર આવતા અકસ્માત થતા જેમાં પાર્થ વેકરીયાનું મોત નિપજેલ હતું.

ઘટનાની જાણ થતા ધારાસભ્ય લલીતભાઈ વસોયા, લાલજીભાઈ અંટાળા, સી.સી.અંટાળા, દિનેશ વોરા, વરુણભાઈ વઘાસીયા સહીતનાએ હોસ્પીટલ ખાતે આવી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવેલ હતી. બાદમાં વેકરીયા પરિવાર દ્વારા દુખની ઘડીઓ પણ માનવ સેવા એ જ પ્રભુ સેવા સાર્થક કરેલ અને પોતાના પુત્રના ચક્ષુદાન માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરેલ અને સરકારી હોસ્પીટલ ખાતે ડો. જયેશ વેસેટીયન, ડો. પાર્થ મેઘનાથી, ડો. રાજ બેરા અને મેડીકલ ટીમના નીતીન સાગઠીયા, રોહીત સોંદરવા એ ચક્ષુદાન પ્રક્રિયા કરેલ હતી.

આ તકે અનીલભાઈ વેકરીયા, જશ્મીન અંટાળા, પ્રવિણભાઈ બાબરીયા, રમેશભાઈ બાબરીયા, રમેશભાઈ સીરોયા સહીતના હાજર રહેલ. સ્વ.ના ચક્ષુઓ રાજકોટ જી.ટી.શેઠ હોસ્પીટલ ખાતે મોકલાયા હતા અને આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી દ્વારા વેકરીયા પરિવારની સેવાઓને બીરદાવી અને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા.


Advertisement
Advertisement
Advertisement