જુનાગઢ તા.28 : જુનાગઢ જીલ્લાની અત્યાર સુધીમાં યોજાયેલી 13 વિધાનસભાની ચુંટણીમાં 26 મહિલાઓ સહિત 502 ઉમેદવારોએ તેમનું નસીબ અજમાવ્યું હતું. જેમાં જીતની સરસાઈની વાત કરવામાં આવે તો 1962થી 2017 સુધીમાં ઉમેદવારો છે જેઓની સૌથી વધુ મતે અને સૌથી ઓછા મતે જીત થયેલ છે.
માણાવદર: આ બેઠકમાં છેલ્લી 13 ચુંટણીઓમાં કોંગી-9 વખત ભાજપ 3 વખત બેઠક હાંસલ કરી છે. સર્વાધિક રેકર્ડ 2017માં કોંગીમાંથી લડેલ ચાવડા તેના હરીફ નીતીન (ટીનુ) ફળદુ સામે 29763 મતોથી વિજય થયેલ સૌથી ઓછા મતે ચાવડા જનતાદળના જયરામભાઈ પટેલ સામે 1520 મતોથી જીતેલ.
જુનાગઢ: આ બેઠકમાં 13 ચુંટણીઓમાં કોંગી 6 વખત ભાજપ 4 વખત જીત હાંસલ કરેલ. સૌથી વધુ મતોથી જીતવાનો રેકર્ડ 1959માં મહેન્દ્ર મશરૂએ ભાજપમાંથી લડી કોંગીના પૂર્ણીમાબેન ખંઢેરીયાને 36419 મતોથી હરાવ્યા હતા. જયારે ઓછા મતે 1967માં કોંગ્રેસના પી.કે. દવેએ બી.એસ.ના ઉમેદવાર સુર્યકાંત આચાર્યને માત્ર 225 મતે હરાવ્યા હતા.
વિસાવદર: છેલ્લી 13 ચુંટણીઓમાં ભાજપ- કોંગીએ 4-4 વખત બેઠકો જીતી હતી. સૌથી ઓછા મતે 1992માં જીપીપીમાંથી ચુંટણી લડેલા કેશુભાઈ પટેલ ભાજપના કનુ ભાલાળાને 42186 મતે હરાવ્યા હતા, જયારે સૌથી ઓછા મતે એસડબલ્યુએ પાર્ટીના કે.ટી. ભેંસાણીયાએ કોંગીના સી.આર. વાઘેલાને માત્ર 831 મતે હરાવ્યા હતા.
કેશોદ: કેશોદ વિધાનસભાની 13 બેઠકોમાં ચુંટણીમાં 5 વખત કોંગી અને ભાજપ 3 વખત જીત મેળવી હતી. ભાજપના વંદનાબેન મકવાણા 2007માં કોંગીના રાઠોડ પરબતભાઈ સામે 19471 મતોથી જીત મેળવેલ, જયારે સૌથી ઓછા મતે કોંગીના ઠાકરસી લાડાણીએ 1972માં અપક્ષ ઉમેદવાર ધરમશીભાઈને 4617 મતે હરાવ્યા હતા.
માંગરોળ: આ સીટમાં 13 વખતની ચુંટણીમાં 7 વખત કોંગી 3 વખત ભાજપે જીત મેળવી હતી સૌથી વધુ મતે કોંગીના ચંદ્રીકાબેન ચુડાસમાને 1995માં ભાજપના ઉમેદવાર સહનાઝબેન બાબીને 15904 મતોએથી હરાવ્યા હરાવ્યા હતા. જયારે સૌથી ઓછા મતો 1967માં અપક્ષ ઉમેદવાર એન.પી. ગાંધી કોંગીના ઝેડ.એ. શેખ સામે માત્ર 353 મતે જીત્યા હતા.
સૌથી વધુ મતે વિજેતા
બેઠક- વર્ષ --- ઉમેદવાર-પક્ષ --- મળેલ મત
માણાવદર-2017 --- જવાહર ચાવડા-કોંગી --- 29763
જુનાગઢ-1998 --- મહેન્દ્ર મશરૂ-ભાજપ --- 36419
વિસાવદર-2012 --- કેશુભાઈ પટેલ-જીપીપી --- 42186
કેશોદ-2007 --- વંદનાબેન મકવાણા-બીજેપી --- 19471
માંગરોળ-1995 --- ચંદ્રીકાબેન ચુડાસમા-કોંગી --- 15904
ઓછા મતે વિજેતા ઉમેદવારો
બેઠક-વર્ષ --- ઉમેદવાર-પક્ષ --- મળેલ મત
માણાવદર-1990 --- જવાહર ચાવડા-કોંગી --- 1520
જુનાગઢ-1967 --- પી.કે. દવે-કોંગી --- 0225
વિસાવદર-1967 --- કે.ડી. ભેંસાણીયા-એસડબલ્યુએ --- 831
કેશોદ-1972 --- ઠાકરસી લાડાણી-કોંગી --- 4617
માંગરોળ-1967 --- એન.પી.ગાંધી-અપક્ષ --- 353