ઉનાના ભાજપના ઉમેદવાર કાળુભાઇ રાઠોડની દરેક સમાજની મુલાકાત દરમિયાન લોકો સ્વયંભુ ઉમટી પડ્યા હતા અને કાળુભાઈ રાઠોડને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. પાટીદાર સમાજની સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં હજારો લોકોઍ હાજર રહી કાળુભાઈને વિજય બનાવવા માટે વચન આપ્યું હતું. ઉના વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ તરફે લોક સુનામી જાગી છે. સનખડા ગામની સભામાં ક્ષત્રિય સમાજના હજારો લોકોએ કાળુભાઈ રાઠોડના વધામણાં કર્યા હતા. ઉના શહેર તાલુકાના ત્રિપાંખ સાધુ સમાજના હજારો લોકોએ કાળુભાઈને વિજયના આશિર્વાદ આપ્યા છે.