♦ મતદાનના ત્રણ દિવસ અગાઉ ભાજપની નિશ્ચિત થતી જીત : સભા અને સંમેલનમાં લોકોની હકડેઠઠ જામતી મેદની
જામજોધપુર, તા. 28
જામજોધપુર વિસ્તારની બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા તરફે પ્રચંડ જનસમર્થનનું વાવાઝોડુ સર્જાયું છે. આ મતક્ષેત્રમાં ભાજપ તરફી સમરસ માહોલ સર્જાઇ ગયો છે.
ગઇકાલે જામજોધપુર અને લાલપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો તથા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ સાથે મતદાનના ત્રણ દિવસ અગાઉ ચીમનભાઇ સાપરીયાના ટેકામાં વિજયી માહોલ બની ગયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી હોય ,ત્યારે અનેક સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે.
ગઈકાલે રાત્રે આહીર સમાજ, સગર સમાજ, દલિત સમાજ, લઘુમતી સમાજ સહિત તમામ સમાજના 700 થી વધુ આગેવાનો, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આ તમામને રાજ્યના પૂર્વમંત્રી અને હાલના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયાએ કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા, લોકોનો અનેરો ઉત્સાહ જોઈ જીત નિશ્ચિત છે.