♦ સાંસદ વિનોદભાઈ ચાવડાએ સભા યોજી હતી જેમાં અનુસુચીત જાતીના લોકો જોડાયા હતા
આજરોજ ભચાઉ કુંભાર સમાજ દ્વારા રાપર વિધાનસભા ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ બહાદુર સિંહ જાડેજાના મુખ્ય રાપર કાર્યાલય ખાતે મુસ્લિમ કુંભાર સમાજના આગેવાનો દ્વારા રાપર વિધાનસભા 6 ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુર સિંહ જાડેજાના સમર્થનમાં જાહેર ટેકો કર્યો કુંભાર સમાજના અગ્રણી તેમજ સમાજના પ્રમુખ સાલેમામદ મામદ ઉપ પ્રમુખ સાલે આમદ હાજી રમઝુ ઈશા અલીમામાદ હાજી હબીબ જુસબ કાસમ ઓસમાણ પટેલ રમજાન હાજી આમદ હાજી હુશેન ધોયડા ફીરોજ નુરમામદ ઉમર આદમ હુશેન આદમ સુલતાન બુઢા સદામ આમદ હાજી કાસમ જુમ્મા લતીફ હાસમ ભાજપના અગ્રણી મહેન્દ્રસિંહ નવુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા રાપરમાં ભાજપની બહેનો દ્વારા જંગી પ્રચાર મહિલા શક્તિ દ્વારા પ્રચાર રાપર વિધાનસભાના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા નો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે.
ત્યારે રાપરના જુદા જુદા વિસ્તારોમાં બહેનો દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાટી રાપર શહેરના ઉપપ્રમુખ રીટાબેનશા ઈલાબેન સાહ બબીબેન , પ્રીતિબેન અને મીનાબેન સહિતના બહેનો પ્રચાર કાર્યમાં જોડાઈ રહ્યા છે અને દરેક ઘેર ઘેર જઈને શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જંગી બહુમતીથી વિજય બને તેવી અપીલ પણ કરી રહ્યા છે બહેનોને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે અને ચૂંટણીમાં શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા બહુમતીથી વિજય બનશે તેવો વિશ્ર્વાસ પણ લોકો દ્વારા આપવામાં આવી રહ્યો છે.
માણાબા તા પં સીટના કુંભારિયા ગામે 6 રાપર વિધાન સભા ભાજપ ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના પ્રચાર પ્રસાર સંપર્ક માટે કુંભારીયા બુથ કાર્યાલય ઓપનીંગ જી પં સદસ્ય ભચુભાઇ વૈદ, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા કોષાધ્યક્ષ અકબરભાઇ એ રાઉમા, સરપંચશ્રી રણછોડભાઈ ડાંગર, ધારાભાઇ ભરવાડ, સામતભાઇ રાજપૂત, રામાભાઇ ચાવડા,ગણેશાભાઇ ડાંગર, કાનાભાઇ જોસરફાળ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકરોની ઉપસ્થિત રહ્યા હતા.
ખાંડેક ગામે માલધારી સમાજ આગેવાનો કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં લોક ગાયક કલાકાર ગીતાબેન રબારી દ્વારા ડાયરાની જમાવટ કરી હતી મત દાતાઓ દ્વારા ભારતીય જનતા ના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને સાથ સમર્થન આપ્યું ખાડેક ગામના તમામ નાગરિકો આગેવાનોએ સાથ સહકાર આપ્યો.