બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આ બન્ને એક ક્લબમાં ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે જ્યારે બાદશાહ પોતાના ફેમસ સોંગ કાલા ચશ્માને ગાઈ રહેલો જોવા મળે છે. વીડિયોમાં હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયો દુબઈમાં કોઈની બર્થ-ડે પાર્ટીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી બાજુ વીડિયો જોઈને ચાહકો એકદમ ખુશ થઈ ગયા છે.