સાવરકર પર રાહુલના નિવેદન પર હવે મનસે મેદાનમાં: રાજ ઠાકરેએ કહ્યું- યુ ઈડીયટ...

28 November 2022 12:42 PM
Maharashtra Politics
  • સાવરકર પર રાહુલના નિવેદન પર હવે મનસે મેદાનમાં: રાજ ઠાકરેએ કહ્યું- યુ ઈડીયટ...

સાવરકર વિષે બોલવાની તમારી શું હેસિયત, તેમણે જે કર્યું તે ‘રણનીતિ’ હતું: રાજ ઠાકરે

મુંબઈ તા.28 : ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) વિષે જે ટિપ્પણી કરી હતી તેને લઈને વિવાદ સર્જાયો છે. તેમાં વધુ એક નેતાએ વિરોધ કર્યો છે. આ ટિપ્પણીને લઈને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ રાહુલને ‘ઈડીયટ’ કહી દીધા છે.

તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સાવરકર વિષે બોલવામાં તમારી શું હેસિયત છે, જે જેલમાં કેદ હતા અને કેટલાય દર્દમાંથી પસાર થયા હતા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી.તેમણે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે સર, હું આપનો નોકર રહેવા માગું છું, જયારે સાવરકરે માફીનામા પર હસ્તાક્ષર કર્યા તો તેનું કારણ ડર હતુ. જો તે ડરતા નહોતા તો કયારેય હસ્તાક્ષર ન કરતા.રાહુલની આ ટિપ્પણી પર મનસે નેતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે સાવરકુરે જે કરેલુ તે તેમની રણનીતિ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement