આવતા વર્ષે દુર્લભ અને વિચિત્ર હાઈબ્રીડ સૂર્યગ્રહણ જોવા મળશે

28 November 2022 12:44 PM
India World
  • આવતા વર્ષે દુર્લભ અને વિચિત્ર હાઈબ્રીડ સૂર્યગ્રહણ જોવા મળશે

20મી એપ્રિલે યોજાનારું આ સૂર્યગ્રહણ પૂર્ણ, આંશિક અને કુંડલાકાર જોવા મળશે

નવી દિલ્હી તા.28 : સૂર્યગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ બનતી રહે છે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આગામી વર્ષે 20 એપ્રિલ 2023ના રોજ દુર્લભ અને વિચિત્ર સૂર્યગ્રહણ થનાર છે, જેને હાઈબ્રીડ સૂર્યગ્રહણ કહે છે મતલબ એક જ દિવસમાં પુર્ણ, આંશિક અને કુંડલાકાર સૂર્યગ્રહણ થશે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પૃથ્વીવાસી પૂર્ણ સૂર્યગ્રહણ અને કુંડલાકાર સૂર્યગ્રહણ એક સાથે કદી ન જોઈ શકે, પરંતુ આંશિક જોઈ શકે છે.

શું હોય છે હાઈબ્રીડ સૂર્યગ્રહણ: તેમાં પહેલા કુંડલાકાર સૂર્યગ્રહણ થાય છે, બાદમાં પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે ત્યારબાદ આ જ પ્રક્રિયા પલટી જાય છે. આથી દુનિયાભરના લોકો એક જ સમયે અલગ અલગ પ્રકારના સૂર્યગ્રહણ નિહાળશે, મતલબ જો માણસ સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે હાઈબ્રીડ સૂર્યગ્રહણ જોઈ રહ્યો છે તો તેમાં હળવી રિંગ ઓફ ફાયર એટલે કે રિંગ-વીંટી જોવા મળી શકે છે જો તેને બપોરે જોવામાં આવે તો કોઈ એક ચીજ જ જોવા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement