રાજકોટ, તા.28 : આગામી તા.1 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન દિવસે ચૂંટણી બંદોબસ્તમાં પોલીસ કર્મીઓ ફરજમાં રોકાવાના હોય તેઓ પણ તેમનો મતાધિકાર ભોગવી શકે તે માટે તેઓનું અગાઉથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવે છે. જે અનુસંધાને રાજકોટ વિધાનસભાની બેઠકો માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયા ગત રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ પૂર્વ - 68 બેઠક માટે 288, રાજકોટ પશ્ચીમ બેઠક - 69 માટે 490, રાજકોટ દક્ષિણ બેઠક - 70 માટે 144 અને રાજકોટ ગ્રામ્ય બેઠક - 71 માટે 31 સહિત 900થી વધુ પોલીસ જવાનો દ્વારા બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. (તસ્વીર : દેવેન અમરેલી)