ગાંધીધામમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો ઝડપાયો : કાર્યવાહી

28 November 2022 01:07 PM
kutch Crime Saurashtra
  • ગાંધીધામમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો ઝડપાયો : કાર્યવાહી

(ગની કુંભાર) ભચાઉ, તા.28 : પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે મળેલ ખાનગીબાત આધારે પડાણા ઓવરબ્રીજથી નીચે ઉતરતા પાણી સાઇડમાં આવેલ ઓમ આર્કેડમાં આવેલ દુકાનો પૈકી ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ દુકાન નં. જી-16માં જીતેન્દ્ર વિજયપાલ શર્મા પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં ગે.કા. રીતે માદક પદાર્થ ગાંજો રાખી પ્રવૃત્તિ કરતા હોય જેથી દુકાનની તપાસ કરતા ગાંજો વજન 9,880 કિલો ગ્રામ કિ. રૂા. 98,800નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવેલ હોય જેથી તેમના વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ-8(સી), 20 (બી) મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. જેમાં જીતેન્દ્ર વિજયપાલ શર્મા(ઉ.વ.30 રહે. શાંતિધામ-3 મકાન નં.508, ગળપાદર તા. ગાંધીધામ) નામનો આરોપી પકડાયો છે. ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. પો. ઇન્સ. એસ.એન.ગડ્ડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement