(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.28
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતી મહિલાએ એચડીએફસી બેન્કમાંથી લોન લીધી હતી અને જેના મારફતે લોન લેવામાં આવી હતી તેના મારફતે જ તે મહિલા લોનના હપ્તા બેંકમાં જમા કરવા માટે તેને રૂપિયા આપતી હતી જોકે બેંકમાં હપ્તા ભરવામાં આવતા ન હોવાથી તેણે હપ્તાની રકમ ભરવા માટે થઈને તે શખ્સને કહ્યું હતું
જે તેને સારું નહીં લાગતા પિતા પુત્રએ મહિલાને માર માર્યો હતો અને માથાના ભાગે ઊંધી કુહાડી મારવામાં આવી હોય ઇજાગ્રસ્ત મહિલાને પ્રથમ સારવાર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના મકાનસર ગામે રહેતા કિરણબેન અમૃતભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (ઉંમર 30) હાલમાં દિલીપભાઈ ગંગારામભાઈ મકવાણા અને તેના પિતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા રહે. બંને મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેને દિલીપ મકવાણા મારફતે મોરબીની એચડીએફસી બેન્કમાંથી 25000 રૂપિયાની લોન લીધી હતી જેના હપ્તા ભરવા માટે તેઓ દિલીપને રૂપિયા આપતા હતા
જોકે દિલીપે આ રકમ બેંકમાં જમા કરાવી ન હતી જેથી કરીને લોનના હપ્તા ભરી દેવા માટે થઈને ફરિયાદી મહિલાએ તેને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા દિલીપભાઈ અને તેના પિતાએ મહિલાને ગાળો આપી હતી અને લાકડી વડે હાથમાં માર્યો હતો તેમજ ગંગારામભાઈએ કુહાડીનો ઊંધો ઘા મહિલાને માથામાં માર્યો હોય મહિલાને ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલ છે અને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પિતા અને પુત્રની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.