ઘરેલું અત્યાચારનાં ગુનામાં ફરાર આરોપીને મોરબી પોલીસે ઝડપી લીધો

28 November 2022 01:11 PM
Morbi
  • ઘરેલું અત્યાચારનાં ગુનામાં ફરાર આરોપીને મોરબી પોલીસે ઝડપી લીધો

(જીગ્નેશ ભટ્ટ ) મોરબી તા.28 : જામનગર મહિલા પોલીસ સ્ટેશનના ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીને જામનગર પોલીસને સોપવા માટેની કવાયત કરવામાં આવી છે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે

ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા આશીફસાઇ રહીમભાઇ રાઉમાને મળેલ બાતમી આધારે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી અશોકભાઇ વાલજીભાઇ મધોડીયા જાતે સતવારા (40) રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી મકાન નંબર-112 મોરબી મુળ ધ્રોલ મોરબી નાકાની બાર દરેડવાડી વાળાને જેતપર રોડ ઉપર લેકમી સીરામીક પાસે હોવાની હકીકત મળતા તેની તપાસ કરતા ત્યાંથી આરોપીને ઝડપી લીધેલ છે અને આ અંગેની જામનગર જિલ્લા પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ છે

યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામ પાસે રહેતો કૈલાશ ભરતભાઈ ચૌધરી નામનો 44 વર્ષનો યુવાન મોરબીના મકનસર ગામ પાસેથી વાહન લઈને જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા પહોંચતા 108 વડે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.


Advertisement
Advertisement
Advertisement