(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.28 : મોરબીમાં બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલની બાજુમાં આનંદ નગરની પાછળના ભાગમાં આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા કેશવજીભાઈ દેવકણભાઈ અઘારા જાતે પટેલ (40) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 23/11 ના રાત્રિના 12 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના અઢી વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓએ પોતાનું બાઈક નં. જીજે 3 સીએચ 6498 સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં પાર્ક કરીને મૂક્યું હતું
જે 15000 રૂપિયાની કિંમતનું બાઇક અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા જયંતીભાઈ કેશવજીભાઈ વાઘડિયા જાતે પટેલ (56) એ સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટના પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએસ 2893 પાર્ક કરીને મુક્યું હતું જે 15000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલ બંને વ્યક્તિએ બાઈક ચોરીની જુદી જુદી બે ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.