(વિશાલ જયસ્વાલ/પ્રશાંત જયસ્વાલ) હળવદતા.28
હળવદમાં ગત 25 ના રોજ ક્રોસ રોડ હોટલ પાછળ આવેલ પોતાની દુકાનમાં વેપાર તેમજ ખેતી કરનાર વ્યક્તિ મનોજ ડાયાભાઈ સોનગરા (રહે. ખારીવાડી હળવદ)ને નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા ત્યાં રૂબરૂ જઈને ફરિયાદી તેમજ સાથે જયેશભાઈ બંને બેઠા હતા ત્યારે તને ચૂંટણીમાં બહુ રસ છે તારો સમાજ અવળો ચાલે છે
એવી મને ખબર છે તારો હિસાબ 8 તારીખ પછી જોઈ લઈશ મેં તને આજે રોડ ઉપર સ્કૂટર પર આવતા જોયો હતો. મારા મનમાં વિચાર આવ્યો કે તને ઉડાવી દેવો છે હાલ ચૂંટણી છે ભાજપના મત તૂટે છે એટલે હું શાંત બેઠો છું 8 તારીખ પછી તને અને તારા સમાજના લોકોને જોઈ લેશુ સીધા ચાલજો નહિતર સારાવાટ નહીં રહે આવી ધમકી હળવદ નગરપાલિકાના ચાલુ પ્રમુખ રમેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આ ધમકી ની જાણ સમગ્ર સંબંધીઓને થતા જીવને જોખમ લાગતા હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશ પટેલ વીરુધ આઇપીસી કલમ 506 (2) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.