લખતર-વિરમગામ હાઇવે ઉપર બે ટ્રક પલ્ટી ગયા : કોઇ જાનહાની નથી

28 November 2022 01:48 PM
Surendaranagar
  • લખતર-વિરમગામ હાઇવે ઉપર બે ટ્રક પલ્ટી ગયા : કોઇ જાનહાની નથી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.28 : લખતર-વિરમગામ હાઈવે પર અવરનવાર અકસ્માતો સર્જાતા આ હાઈવે કુખ્યાત બનતો જાય છે, એકજ દિવસમાં જુદાજુદા અકસ્માતમાં બે ટ્રકોએ પલ્ટી ખાધી હતી. જોકે, બન્ને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાનજી મંદિર પાસે ગઈકાલે વહેલી સવારના વેરાવળથી પંજાબ જઈ રહેલ ટ્રકના ચાલકને જોકુ આવી જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડ સાઈડ નીચે ઉતરી ગટરમાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતમાં બીજા બનાવમાં સોમનાથથી ખાવાનો સોડા ભરીને આગ્રા તરફ જતી ટ્રકના ચાલકે વિઠ્ઠલાપરા નજીક ટ્રક પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ટ્રક ઉતરી ગઈ હતી અને પલ્ટી ખાઈ ગઈ હતી, ખાવાના સોડાનો પાવડર ખેતરોમાં વિખરાઈ જવા પામ્યો હતો એકજ દિવસમાં બે ટ્રકે પલ્ટી મારતા વાહન ચાલકોમાં ફફડાટનીલાગણી ફેલાવા પામેલ છે.


Advertisement
Advertisement
Advertisement