લીંબડીના ભોઈકા ગામે આઠ વર્ષની અનુસૂચિત જાતિની બાળા ઉપર બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ

28 November 2022 01:50 PM
Surendaranagar
  • લીંબડીના ભોઈકા ગામે આઠ વર્ષની અનુસૂચિત જાતિની બાળા ઉપર બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં અનેક પ્રકારન ની સમસ્યાઓથી લીમડી તેમજ તેના જિલ્લાને તાલુકા મથકો પીસાઈ રહ્યા છે અત્યારે મધ્યમ વર્ગના પરિવારોને મુસીબત સામનો કરવો પડે છે

ત્યારે હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના ભોઈકા ગામ ખાતે અનુસૂચિત જાતિની આઠ વર્ષની બાળા ઉપર બળાત્કાર થયો હોવાની ફરિયાદ પણ પોલીસ મથકે નોંધાતા ભારે ખળભળાટ સર્જાયો છે ત્યારે તાત્કાલિક અસરે પોલીસ ગામ ખાતે પહોંચી અને નરેન્દ્રસિંહ નામના વ્યક્તિની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલમાં અનુસૂચિત જાતિના લોકોમાં આ ઘટનાને લઇ અને ફિટકારની લાગણી વરસી છે તેવું પણ જાણવા મળે છે

ત્યારે હાલમાં આ ઘટનાથી નાના એવા ગામમાં ભારે ચકચાર સાથે આ ઘટનામાં આરોપીઓ સામે ફિટકારની લાગણી વરસી રહી છે ત્યારે આઠ વર્ષની દીકરી ઉપર અઘટિત ઘટના બનતા પરિવાર દ્વારા ન્યાયની માંગણી સાથે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે ત્યારે પાણશીણા પોલીસ હાલમાં આગળની વધુ તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Advertisement
Advertisement
Advertisement