મોંટગોમરી તા.28 : મોંટગોમરી કાઉન્ટીમાં રવિવારે સાંજે એક નાનુ વિમાન વિજળીના તાર સાથે ટકરાઈ ગયું હતું, જો કે આ વિમાન અકસ્માતમાં જાનહાનીના ખબર નથી પણ વિમાન વીજળીના તાર સાથે ટકરાતા 90 હજારથી વધુ લોકોના ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ અંગેની વિગત મુજબ ગઈકાલે સાંજે 5.30 વાગ્યે રોથબરી ડ્રાઈવ અને ગોશેન રોડ પાસે પાવર લાઈન સાથે વિમાન ટકરાયું હતું અને લગભગ 100 ફુટ ઉંચે હવામાં લટકાયેલા વિમાનમાં ત્રણ લોકો ફસાઈ ગયા હતા. જો કે આ અકસ્માતમાં જાનહાનીના અહેવાલ નથી પણ આ અકસ્માતથી વિસ્તારમાં 90 હજારથી વધુ ઘરોમાં વીજળી કુલ થઈ ગઈ હતી. વરસાદ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી, જો કે તેનું ખરું કારણ હજુ બહાર નથી આવ્યું.