જામનગરમાં ખંભાળિયા નાકા પાસે પાનની દુકાનના સંચાલક પર તલવાર વડે હુમલો: બે સામે ફરિયાદ

28 November 2022 02:57 PM
Jamnagar
  • જામનગરમાં ખંભાળિયા નાકા પાસે પાનની દુકાનના સંચાલક પર તલવાર વડે હુમલો: બે સામે ફરિયાદ

જામનગર તા.28:
જામનગર રહેતા અને પાનની દુકાન ચલાવતા એક વેપારી ઉપર ધરાર ગળે મળવા જેવી બાબતમાં તકરાર કર્યા પછી તલવાર અને સ્ટીલના ગ્લાસ વડે હુમલો કરવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મંગલધામ સોસાયટીમાં રહેતા અને ખંભાળીયા નાકા વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા દિલીપભાઈ બાબુભાઈ અસવાર આમના 25 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર છરી તેમજ સ્ટીલના ગ્લાસ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે લખન ઉર્ફે લક્કી અને તેના એક જ અજાણ્યા સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

ઉપરાંત તેને ઇજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની દુકાન પાસે આરોપી લખન આવ્યો હતો, અને ગળે મળવાની વાત કરતો હતો, અને જેને ના પાડતાં ઉશ્કેરાઈ ગયા પછી લખન અને તેના સાગરીતે આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


Advertisement
Advertisement
Advertisement