પોરબંદરના ટુકડાગોસા ગામે સાયકલોન સેન્ટરમાં ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા આઇઆરબીના જવાને એકે-47 વડે આડેધડ ફાયરીંગ કરતા 2 જવાનોના મોત થયા હતા. જયારે 2 જવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મૃત જવાનોના પોસ્ટમોર્ટમ જામનગરની હોસ્પિટલમાં કરાયું હતું. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તથા અન્ય અધિકારીઓ અને સ્ટાફ દ્વારા મૃતક જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. (તસ્વીર: હિતેષ મકવાણા)