જામનગર શહેરમાં નેવી દ્વારા યોજાયેલી દોડ પહેલાં અને દોડ પછી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

28 November 2022 03:10 PM
Jamnagar
  • જામનગર શહેરમાં નેવી દ્વારા યોજાયેલી દોડ પહેલાં અને દોડ પછી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

જામનગર તા.28: જામનગર શહેરમાં નેવી વીકની ઉજવણી ચાલી રહી છે અને આઈ.એન.એસ. વાલસુરા દ્વારા શહેરમાં મેરેથેન દોડ સહિતના કાર્યક્રમ યોજાયા છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડના રૂટ પર દોડ પહેલાં અને પછી મહા સફાઇ જુંબેશ હાથ ધરવામાં આવી હતી.

નેવી દ્વારા આયોજિત અને જામગનર મહાનગર પાલિકાના સહયોગથી મેરેથોન દોડ યોજવામાં આવી. જેમાં લખોટા તળાવની પાળ થી થઇ વાલસુરા સુધી એમ કુલ 11 કિલોમીટર રૂટની સઘન સફાઈ રાત્રી દરમિયાન સફાઈ કર્મચારીઓ તેમજ રોડ સ્વીપર મારફત પૂર્ણ કરવામાં આવી હતી.

તેમજ મેરેથોન દોડ પૂર્ણ થયા બાદ પણ રૂટની સફાઈ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરીમાં કાર્યપાલક ઈજનેરશ્રી સો.વે. મેનેજ. નાયબ ઇજનેર તથા, તમામ ઝોનલ ઓફિસર, એસ.આઈ., એસ.એસ.આઈ. ની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.


Advertisement
Advertisement
Advertisement