જામનગર તા.28:
જામનગર જિલ્લાના લાલપુર અને કાલાવડ પંથકમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા અને સાત આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે એક આરોપીને ફરારી જાહેર કરાયો છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ભોળેશ્વર વિસ્તાર માંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિપુલ નગાભાઈ જોગલ, પ્રાગજીભાઈ રામજીભાઈ સાગઠીયા, તેમજ બાબુભાઈ માલદેવભાઈ નંદાસણાંની પોલીસે અટકાયત કરી લઈ તેવો પાસેથી રૂપિયા 21,300 ની માલમતા કબજે કરી છે.
આ ઉપરાંત જુગારનો બીજો દરોડો કાલાવડમાં કૈલાશ નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા છગનભાઈ રૂપાભાઈ વાણીયા, અશોકભાઈ છોટાલાલ વોરા, અને ગોવિંદ રૂપાભાઈ સાગઠીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 34,480 ની રોકડ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
આ ઉપરાંત કૈલાશ નગર વિસ્તારમાં જ રહેતો હમીર ડાયાભાઈ સાગઠીયા પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.