વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં: કેસરીયો પ્રચાર

28 November 2022 03:46 PM
India
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં: કેસરીયો પ્રચાર

► પ્રથમ તબકકાના મતદાનમાં મોદીનો અંતિમ પડાવ: હવે બીજા તબકકા પર ધ્યાન કેન્દ્રીત કરશે

► રેસકોર્ષમાં જંગી માનવમેદની ઉમટી: રાજકોટની ચાર ઉપરાંત સમગ્ર જીલ્લાની બેઠકો પર મોદીવેવ સર્જાયો

રાજકોટ તા.28 : ગુજરાતમાં પ્રથમ તબકકાના ગુરુવારે યોજાનારા મતદાન પુર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાજકોટમાં રેસકોર્ષ ખાતે જબરી સભાને સંબોધીત કરીને કેસરીયો માહોલ સર્જી દીધો છે. સૌરાષ્ટ્રના આજના પ્રવાસમાં શ્રી મોદી એ સવારના પાલીતાણા અને બાદમાં અંજારની નફાને સંબોધીત કરી હતી અને તેઓ ચાર વાગ્યે જામનગરને જંગી સભાને સંબોધીત કરી સાંજે રાજકોટ પહોંચ્યા હતા

અને રેસકોર્ષ મેદાનમાં 50 હજારથી વધુ જંગી મેદનીને શ્રી મોદીએ સંબોધીત કરી રાજકોટ શહેર ઉપરાંત જીલ્લાની તમામ બેઠકો પર ભાજપનો પ્રભાવ પાડવા કોશીશ કરી હતી. સૌરાષ્ટ્રમાં વડાપ્રધાનનો આખરી ચૂંટણી પ્રવાસ બની રહેશે અને તેઓ બીજા તબકકાનું તા.5ના રોજ યોજાનારા મતદાન પુર્વે મધ્ય અને ઉતર ગુજરાતમાં સભાને સંબોધશે.

શ્રી મોદી તા.2 સુધી અવારનવાર ગુજરાત આવીને સભાને સંબોધશે. દરમ્યાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સુરતમાં ગઈકાલે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના મેગા સીટીમાં આઠથી નવ બેઠકો મળશે અને ગુજરાતમાં ‘આપ’ 92 બેઠકોથી વધુ બેઠકો મેળવીને સતા પર આવશે તેવો દાવો કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement