શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેકશન ખુલ્યું: હત્યારા આફતાબને સુરતનો પેડલર ડ્રગ્સ પહોંચાડતો હતો

28 November 2022 03:50 PM
Surat Crime Gujarat India
  • શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેકશન ખુલ્યું: હત્યારા આફતાબને સુરતનો પેડલર ડ્રગ્સ પહોંચાડતો હતો

ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં, 4 ’દી પહેલા મુંબઈથી ધરપકડ થઈ હતી

સુરત તા.28
દેશમાં ખળભળાટ મચાવનાર શ્રદ્ધા મર્ડર કેસમાં હવે ગુજરાત કનેકશનનો ખુલાસો થયો છે. શ્રદ્ધાના 35 ટુકડા કરી નિર્મમ હત્યા કરનાર આફતાબને સુરતનો ડ્રગ પેડનર ફૈઝલ મોમીન ડ્રગ્સ પહોંચાડતો હોવાનો ખુલાસો થયો છે. ફૈઝલની ધરપકડ કરાઈ છે અને હાલ તે સુરતની લાજપોર જેલમાં કેદ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ શ્રદ્ધા મર્ડર કેસમાં હવે ગુજરાત કનેકશનનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આફતાબ ડ્રગ્સ લેતો હોવાની શકયતા છે. સુરતનો ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું બહાર આવ્યું છે.

ડ્રગ્સ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે અને હાલ તે સુરતની લાજપોર જેલમાં છે. આ ચોંકાવનારો મામલો બહાર આવતા ફૈઝલ મોમીનની કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી, હાલ તે સુરતની લાજપોર જેલમાં રહે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement