♦ નેત્રંગની સભામાં વડાપ્રધાને બે આદિવાસી કિશોર ભાઈઓની કથની સંભળાવી : કિશોરો માટે ઘર, ભણવાના ખર્ચની જવાબદારી સરકારે સંભાળી
સુરત,તા. 28
હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોટી નેત્રગ ખાતે સભા પહેલા બે આદિવાસી બાળકોને મળ્યા હતા. મોદીએ આ બાળકોને લઇને કહ્યું હતું કે માતા-પિતા વિહોણા આ બાળકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેમ છતાં તેમણે ભણતર નથી છોડ્યું.
આ અંગેની વિગત એવી છે કે મોદીની નેત્રંગ ખાતે ચૂંટણી રેલી હતી. જ્યાં મોદી સમય કરતા થોડા મોડા પહોંચ્યા હતા. તેમણે જ્યારે વિલંબનું કારણ બતાવ્યું તો જનસભામાં તાળીઓનો ગડગડાટ થયો. મોદીએ જણાવ્યું હતું કે આજે મારે અહીં એટલા માટે મોડુ થયું કારણ કે મારે બે આદિવાસી બાળકોને મળવાનું હતું, જેમણે 6 વર્ષ પહેલા પોતાના માતા-પિતા ગુમાવી દીધા હતા.
PM Modi meets two tribal orphan boys in Gujarat
— ANI Digital (@ani_digital) November 27, 2022
Read @ANI Story | https://t.co/cVpHtqQtCY#PMModi #Gujarat #GujaratElections2022 pic.twitter.com/Rrisnn9IE5
બન્ને ભાઈ અવિ (ઉ.વ.14) અને જય (ઉ.વ.11)ના માતા-પિતાનું બીમારીમાં નિધન થયા બાદ બન્ને એકબીજાની સારસંભાળ રાખી રહ્યા છે. અને મજૂરી કરે છે. તમામ મુશ્કેલી છતાં તેમણે પોતાનું ભણતર છોડ્યું નથી. અવિ 9માં ધોરણમાં અને જય છઠ્ઠા ધોરણમાં ભણે છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે મને જ્યારે તેમના બારામાં જાણ થઇ તો મેં અધિકારીઓને બન્ને ભાઈઓ માટે પાયાની સુવિધા સાથે એક ઘર બનાવવાનો નિર્દેશ કર્યો. હું જ્યારે અહીં આવ્યો ત્યારે તેમને મળવા ગયો હતો. બન્ને ભાઈઓને મેં જ્યારે પૂછ્યું કે મોટાથઇને તમારું શું બનવું છે તો બન્નેએ એન્જીનીયર બનવાનું કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે મેં બન્ને ભાઇઓને કહ્યું હતું કે તેમના શિક્ષણની તે જવાબદારી લેશે.