પ્રેમિકાની ક્રુરતાથી હત્યા કરનાર આફતાબને કોઈ પસ્તાવો નથી: જેલમાં આરામથી સૂઈ ગયો

28 November 2022 03:57 PM
India
  • પ્રેમિકાની ક્રુરતાથી હત્યા કરનાર આફતાબને કોઈ પસ્તાવો નથી: જેલમાં આરામથી સૂઈ ગયો

જેલકર્મીઓ સાથે અંગ્રેજીમાં વાત કરે છે આફતાબ

નવી દિલ્હી તા.28 : શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબને કોર્ટે 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં શનિવારે સાંજે જેલ મોકલ્યો હતો. જેલમાં આફતાબની પહેલી રાત બિલકુલ આરામથી અને કોઈપણ જાતના તનાવ વિના વીતી હતી. પોલીસ સ્ટેશનમાં આફતાબ જેમ પોલીસ કર્મચારીઓ સાથે અંગ્રેજીમાં વાત કરતો હતો તેમ તિહાર જેલમાં પણ આફતાબ અંગ્રેજી ફાડી રહ્યો છે.

આફતાબને તિહારની જેલ નંબર 4 માં બેરેક નં. 15 માં રાખવામાં આવ્યો છે. તેની સુરક્ષાને લઈને જેલ પ્રશાસન એલર્ટ મોડમાં છે અને બધી જરૂરી વ્યવસ્થા કરાઈ છે. અન્ય બેરેકની તુલનામાં 15 નંબરનું બેરેક સૌથી સલામત મનાય છે. તેને જેલના અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવ્યો છે તેના પર વોચ માટે 24 ક્લાક ત્રણ જેલકર્મીનો એક સ્ટાફ સેલમાં મોજૂદ છે.

જેલમાં બધા બેરેકમાં સીસીટીવી છે. તેમ છતાં જેલકર્મી નજર રાખી રહ્યા છે. તેને ભોજન આપતા પહેલા પણ તેની તપાસ થાય છે જેથી તે કોઈ ગરબડ ન કરી શકે. વર્તનથી એવું લાગે કે તેને હત્યાનો કોઈ પસ્તાવો નથી આફતાબને જયારે જેલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના વર્તન અને વ્યવહારમાં એવું નહોતું દેખાયુ કે તેને કોઈ પસ્તાવો હોય. જેલમાં આવ્યા પછી પણ તે ચૂપચાપ હતો. કંઈ પૂછવા પર તે અંગ્રેજીમાં જ વાત કરતો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement