♦ મતદારોનો સૂર, પરોપકારનો પર્યાય અને શૈક્ષણિક-સામાજિક-ઔદ્યોગિક અને ધાર્મિક સદ્વ્રતોમાં અગ્રેસર રહેતાં રમેશભાઈ ટીલાળા જેવા ઉમેદવાર ભાગ્યે જ મળે-‘રાજતિલક’ કરાવવાનો સંકલ્પ
♦ મતદાન ભલે બાકી હોય, રમેશભાઈ ટીલાળાનો વિજય અત્યારથી જ સુવર્ણાક્ષરે લખાઈ ગયાનો ઘાટ: કેટલી ઐતિહાસિક લીડથી જીતનું કાઉન્ટડાઉન શરૂ
♦ મતદારોનું એક જ કહેણ, અમારું ચાલે તો અત્યારે જ રમેશભાઈ ટીલાળાનું વિજય સરઘસ કાઢી લઈએ ! સમર્થકોમાં તો જંગી લીડને લઈને શરતો પણ લાગવાનું શરૂ
♦ જાહેર જીવનમાં નહોતા ત્યારે પણ લોકોની પડખે રહેવા માટે હંમેશા તત્પર રહેતા, હવે જીત્યા બાદ મતદારોની સાથે જ રાજકોટ-70નો થઈ રહેલો ‘વિકાસ’ જોવા માટે લોકો અધીરા
રાજકોટ, તા.28
રાજકોટ સહિત ગુજરાતની 89 વિધાનસભા બેઠકોની ચૂંટણી ગુરૂવારે છે. મતદાનને આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે પરંતુ રાજકોટ-70ની બેઠકને લાગેવળગે છે ત્યાં સુધી પરિણામ અત્યારથી જ સુવર્ણાક્ષરે આલેખાઈ ગયું હોવાનો ઘાટ છે. ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાની જીત નિશ્ર્ચિત થઈ ગઈ છે. પરોપકારના પર્યાય સમા રમેશભાઈ ટીલાળા તરફી જે રીતનો માહોલ સર્જાયો છે અને મતદારો જે રીતે પ્રચંડ સમર્થન આપી રહ્યા છે તે જોતાં ઐતિહાસિક લીડ સાથે તેમને રાજતિલક થવાનું ચિત્ર ઉપસ્યું છે.
રાજકોટ-70ની બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ ટીલાળાનું નામ જાહેર થતાંની સાથે જ સ્વયંભૂ લોકજુવાળ ઉભો થઈ ગયો હતો અને પ્રચારના પ્રારંભિક દિવસોમાં જ નિશ્ર્ચિત જીતનો માહોલ રચાઈ ગયો હતો. હવે માત્ર જીત નહીં પરંતુ ઐતિહાસિક લીડ સાથેની જીતનું વાતાવરણ જામી ગયું છે અને તેમનું રાજતિલક સ્પષ્ટ બની ગયું છે.
રાજનીતિમાં સક્રિય નેતાઓ-આગેવાનો વિશે કેટલાંક લોકોના મનમાં ભલે ગમે તેવી છાપ હોય પરંતુ રમેશભાઈ ટીલાળા તેમાં અપવાદરૂપ છે. રાજકોટ-70ના જ નહીં પરંતુ સમગ્ર શહેરના લોકો-મતદારો વાસ્તવિક્તાથી પરિચિત છે કારણ કે તેઓમાં સત્તા-સંપતિની કોઈ લાલચ નથી અને માત્ર ‘લોકસેવાના જ ભેખધારી’ છે.
ચૂંટણી જંગમાં ઉતર્યા અગાઉ જ તેઓએ એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, પોતે દિવસમાં બે-ચાર જરૂરિયાતમંદ લોકોના કામમાં ન આવે કે ઉપયોગી ન થાય ત્યાં સુધી ઉંઘ નથી આવતી. આ પરોપકારનું વાક્ય યાદ કરીને જ લોકોએ સ્વયંભૂ રીતે તેમના રાજતિલકનો સંકલ્પ લઈ લીધો છે.
રાજકોટ-70ના મતદારો જ એવું સ્પષ્ટ કહે છે કે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનો એક પણ માઈનસ પોઈન્ટ નથી અને એટલે જ તેમના વિરુદ્ધ પ્રપંચ કરવા માંગતા પ્રતિસ્પર્ધીઓના કોઈ કારસ્તાનો સફળ થઈ શકતા નથી. રમેશભાઈ ટીલાળા વિરુદ્ધ હરિફો પાસે પ્રચારનો કોઈ મુદ્દો પણ નથી અને ગભરાઈ ગયા છે તે જ રમેશભાઈ ટીલાળાના નિશ્ર્ચિત વિજયની સાબિતી છે. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કે ઔદ્યોગિક કોઈ પણ ક્ષેત્રના સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા તથા કોઈ પણ નાતજાતના ભેદભાવ વિના સર્વસમાજની પડખે રહેતા રમેશભાઈ ટીલાળાની લોકસેવાની ભેખ જ તેમના વિજયને નિશ્ચિત બનાવી નાખે છે.
હવે જ્યારે રમેશભાઈ ટીલાળાનો જ્વલંત વિજય નિશ્ચિત બની ગયો છે ત્યારે તેમને મળનારી ઐતિહાસિક લીડનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. રમેશભાઈ ટીલાળાના સમર્થકો અત્યારે હસતાં મુખે એવી શરતો લગાવતાં પણ થઈ ગયા છે કે રમેશભાઈ આટલી લીડથી જીતશે તો વળી બીજા સમર્થક કહે છે કે ના...ના આટલી લીડથી જીત મેળવશે બોલો લાગી શરત ?! કદાચ મતદાન પહેલાં જ લોકો તરફથી મળેલો અપાર પ્રેમ અને તેના થકી જીત નિશ્ચિત બનાવી ચૂક્યા હોય તેવા રમેશભાઈ ટીલાળા રાજકોટના પ્રથમ ઉમેદવાર હશે.
લોકો તરફથી મળી રહેલા આટલા સહકારને હાંસલ કરવામાં રમેશભાઈ ટીલાળાએ પોતાની જીવન ખપાવી દીધું છે. તેમનું તો સ્પષ્ટ કહેવું છે કે ધારાસભ્ય બન્યા બાદ મારી જવાબદારી બમણી બની જશે અને પછી લોકોના કામ કરવામાં ઘડિયાળનો કાંટો નહીં જોવામાં આવે બલ્કે કામ ઝડપથી થાય તેને પ્રાધાન્યતા આપવામાં આવશે. રાજકોટ-70ના દરેક મતદાર માટે રમેશભાઈ ટીલાળાના દરવાજા ચોવીસેય કલાક ખુલ્લા રહેશે. તેઓ જાહેર જીવનમાં ન્હોતા ત્યારે પણ લોકોપયોગી કામ કરવામાં પાછું વળીને જોયું નથી ત્યારે હવે તો તેઓ બમણા જોશ સાથે કામ કરવા તત્પર રહેશે. મતદારોની સાથે સાથે રાજકોટ-70નો વિકાસ કઈ રીતે થાય તેનું અતિ ઉમદા વિઝન ધરાવતાં રમેશભાઈ ટીલાળાએ અત્યારથી જ અનેક સ્વપ્ન સેવી લીધા છે અને તે સ્વપ્નને કેવી રીતે ઝડપથી સાકાર કરવા તેનું પ્લાનિંગ પણ કરી લીધું છે.
અત્યારે રમેશભાઈ ટીલાળા પ્રચારમાં નીકળે એટલે તેમની સાથે સમર્થકો મોટી સંખ્યામાં સામેલ રહે છે અને દિવસમાં રમેશભાઈ ટીલાળા જેટલા પણ લોકોની મુલાકાત લ્યે છે ત્યારે તમામનો એક જ સૂર હોય છે કે અમારો મત રમેશભાઈ ટીલાળા સિવાય બીજા કોઈને જતો હશે ભલામાણસ ? મતદારો તો એવું પણ કહી રહ્યા છે કે અમારું ચાલે તો અત્યારે જ રમેશભાઈ ટીલાળાનું વિજય સરઘસ કાઢી લઈએ !
જો કે લોકશાહીમાં મતદાનનું પર્વ પાંચ વર્ષમાં એક જ વખત આવતું હોવાથી અમે આ પર્વને મન ભરીને ઉજવવા માંગીએ છીએ અને આ જ પર્વ થકી રમેશભાઈ ટીલાળાના કપાળ ઉપર વિજયનું ટીલું લગાવવા તલપાપડ છીએ. મતદારોનું કહેવું છે કે અમે અમારા પ્રિય ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને મત આપવા માટે એકદમ અધીરા છીએ અને રાજકોટ-70ની બેઠક ઉપર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ઐતિહાસિક મતદાન કરવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. મતદાન ભલે બાકી હોય પરંતુ રમેશભાઈ ટીલાળાનો વિજય અત્યારથી જ લખાઈ ચૂક્યો હોવાનું મતદારો સ્પષ્ટ કહી રહ્યા છે.