યોગગુરુ રામદેવના વિવાદી નિવેદન પર રાજકારણ ગરમાયું: ફડનવીસના પત્નીએ વિરોધ કેમ ન કર્યો ? : સંજય રાઉત

28 November 2022 04:42 PM
India
  • યોગગુરુ રામદેવના વિવાદી નિવેદન પર રાજકારણ ગરમાયું: ફડનવીસના પત્નીએ વિરોધ કેમ ન કર્યો ? : સંજય રાઉત

► મહિલાઓ કપડાં ન પહેરે તો પણ સુંદર લાગે છે: બાબા રામદેવ

► શું મહારાષ્ટ્ર સરકારે જીભ દિલ્હીમાં ગિરવે રાખી છે ?: રાઉત: બાબાના નિવેદન સામે મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલ ખફા, માફી માંગવા કહ્યું

પુણે,તા.28 : મહિલાઓ કપડા ન પહેરે તો પણ સારી લાગે છે... તેવા યોગ ગુરુ બાબા રામદેવે કરી ટિપ્પણીએ હવે રાજકીય બબાલ મચી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે આ મામલે મહારાષ્ટ્રની સરકાર અને કાર્યક્રમમાં હાજર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પત્ની અમૃતા ફડનવીસે બાબા રામદેવના વિધાનો સામે વિરોધ કેમ ન નોંધાવ્યો તેવા સવાલો કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, પુણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવે કહયું હતું કે, ખુબ જ ખુશનસીબ છો, આપ ખુબ જ સુંદર લાગી રહી છે. આપ સાડીમાં પણ સારા લાગો છો, સલવાર શુટમાં પણ આપ અમૃતાજીની જેમ સારા લાગો છો અને મારી જેમ કંઇ પણ ન પહેરો તો પણ સારી લાગો છો..... ! મહિલાઓને ઉદેશીને બાબા રામદેવે ઉચ્ચારેલા આ શબ્દોનો વીડીયો વાયરલ થયો છે. દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલે પણ બાબાના શબ્દોની નિંદા કરી ટ્વીટ કર્યુ છે - મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની પત્નીની સામે સ્વામી બાબા રામદેવે મહિલાઓ દ્વારા કરાયેલા ટિપ્પણી નિંદનીય છે.

તેમના આ નિવેદનથી મહિલાઓને આઘાત લાગ્યો છે. તેમણે દેશ પાસે માફી માંગવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ આ વિવાદી નિવેદન કર્યુ ત્યારે મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે અને તેના સાંસદ પુત્રી શ્રીકાંત ઉપસ્થિત હતા. દેવેન્દ્ર ફડનવીસના પત્ની અમૃતા પણ હાજર હતા. આ વીડીયો વાયરલ થતા ઉદ્વવ ઠાકરેની આગેવાની વાળી શિવસેનાએ રાજકીય હુમલા શરૂ કરી દીધા છે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે પ્રશ્ન કર્યો છે કે, અમૃતા ફડનવીસે બાબાની ટિપ્પણીનો વિરોધ કેમ ન કર્યો, જીભ દિલ્હીમાં ગિરવે રાખી છે. ?


Related News

Advertisement
Advertisement
Advertisement