રાજકોટ, તા. 28
70-વિધાનસભા નાં ઉમેદવાર શ્રી હિતેષભાઈ વોરા દ્વારા ગઇકાલે વોર્ડ નં. 17 માં ઘનશ્યામનગર, આંબેડકર ના ગેટ પાસે કોઠારિયા રોડ સહિતના વિસ્તારમાં પદયાત્રા યોજવા માં આવી હતી. હિતેષભાઈ વોરા એ પદયાત્રામાં લોકોને મળી ને મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદે બાહેધરી આપી હતી.
ભાજપ દ્વારા આઉટસોર્સિંગ, ફિક્ષ પે,ના નામે યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે તેમજ સરકારી નોકરીની જાહેરાત માં અતિ વિલંબ, જાહેરાત આવે તો પરીક્ષા નહિ, પરીક્ષા થાય તો પેપર ફૂટે અથવા તો પરિણામ માં વિલંબ કરાય છે.
ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું છે કે કોંગ્રેસ ની સરકાર બનશે એટલે બેરોજગાર યુવાનો માટે 10 લાખ સરકારી નોકરીની ભરતી કરવામાં આવશે, બેરોજગાર યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું, 50 ટકા નોકરીઓ પર મહિલાઓનો અધિકાર રહેશે અને સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે જે વચનો થી સ્થાનિક લોકોને વાકેફ કરાયા હતા.
આ પદયાત્રા પરિવર્તન સંકલ્પ યાત્રા તરીકે ભારે અસર જન્માવતી જોવા મળી રહી છે. લોકો ભાજપની સરકાર તેની રીતી-નીતિ અને ભય ઉત્પન કરનારી શાસન વ્યવસ્થાથી ખરેખર તોબા પોકારી ગઈ છે. ત્યારે પ્રજા વિરોધી સરકારને ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી.
આ પદયાત્રા માં વોર્ડ પ્રમુખ પ્રહલાદસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ જાડેજા, વી.ડી પટેલ, શૈલેશભાઈ રૂપાપરા, જયાબેન ટાંક, કૌશિકભાઈ વોરા, મીનાબેન જાદવ, સરલાબેન પાટડિયા, જસુબેન વાંક, સાગરભાઈ દાફડા, બીપીનભાઈ વોરા, યશભાઈ વોરા સહીત રાજકોટ શહેર કોંગ્રેસ, વિધાનસભા 70 ના તમામ પ્રદેશના શહેરના વોર્ડના આગેવાનો હોદેદારો ફ્રન્ટલ સેલના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા અને પદયાત્રાને સફળ બનાવી હતી.