નરેન્દ્ર મોદીએ સુરતમાં રોકાઇને ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ બંને કર્યા!

28 November 2022 04:51 PM
Surat Gujarat
  • નરેન્દ્ર મોદીએ સુરતમાં રોકાઇને ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ બંને કર્યા!

રોડ-શો અને સભા બાદ સવારે પોંક સહિતનો નાસ્તો લીધો

રાજકોટ, તા.28 : પ્રથમ તબકકાના મતદાનને હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ગઈકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોદીની એક ઝલક જોવા મોટીમાં લોકોની ભીડ ઉમટી હતી. મોદી મોદીના નારાથી વડાપ્રધાનનું ચાહકોએ અભિવાદન કર્યું હતું. જેના બાદ તેમણે સુરતના મોટા વરાછામાં જનસભા સંબોધી હતી.

વડાપ્રધાને જનસભા બાદ પણ બેક ટુ બેક મીટિંગો યોજી હતી, અને ચૂંટણીની રણનીતિ નક્કી કરી હતી. આજે તેમણે પોતાની સવાર સુરતનો ફેમસ નાસ્તો પોંકથી શરૂઆત કરી હતી. જેના બાદ તેમણે સુરત સર્કિટ હાઉસમાં બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ આજે સવારથી જ સુરત સર્કિટ હાઉસમાં બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમણે સુરતના હીરા ઉદ્યોગકારો અને પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. પાટીદાર ગઢ પર વર્ચસ્વ ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે તેમણે આ બેઠકો કરી હતી. સુરત ખાતે આયોજિત પીએમ મોદીની સભામાં પણ મહેશ સવાણી જોવા મળ્યા હતા. જેથી તરેહ તરેહની વાતો વહેતી થઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement