જયનારાયણ હવે કોંગ્રેસમાં: સિદ્ધપુર બેઠકની જવાબદારી સંભાળી

28 November 2022 04:55 PM
Elections 2022 Gujarat
  • જયનારાયણ હવે કોંગ્રેસમાં: સિદ્ધપુર બેઠકની જવાબદારી સંભાળી
  • જયનારાયણ હવે કોંગ્રેસમાં: સિદ્ધપુર બેઠકની જવાબદારી સંભાળી

કોંગ્રેસે પણ ગુજરાતને બનાવ્યુ છે: ભાજપના સ્લોગન પર જબરો કટાક્ષ

ગુજરાતમાં ચૂંટણી પુર્વે ભાજપના પીઢ નેતા અને પુર્વ મંત્રી જયનારાયણ વ્યાસ ગઈકાલે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. શ્રી વ્યાસ લાંબા સમયથી કોંગ્રેસ સાથે ઈલુ ઈલુ કરતા હતા તેઓ ભાજપમાંથી ટિકીટ માંગી હતી પરંતુ નહી મળતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો. જો કે અગાઉ જ તેઓ સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારના ટેકામાં પહોંચી ગયા હતા. સિદ્ધપુરમાંથી ભાજપે કોંગ્રેસમાંથી આવેલા બળવંતસિંહ રાજપૂતને ટિકીટ આપી છે અને હવે તેઓ સામે જયનારાયણ વ્યાસ મેદાનમાં છે. તેઓએ ગુજરાત મે બનાવ્યુ છે તેવા સ્લોગનની કટાક્ષ કરતા કહ્યું કે ગુજરાતને બનાવવામાં કોંગ્રેસની પણ ભૂમિકા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement