ગુજરાતને 40 વર્ષ તરસ્યુ રાખનારના ખભે હાથ મુકી એક ભાઇ પદયાત્રા કરે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

28 November 2022 05:01 PM
Bhavnagar Elections 2022 India Politics Saurashtra
  • ગુજરાતને 40 વર્ષ તરસ્યુ રાખનારના ખભે હાથ મુકી એક ભાઇ પદયાત્રા કરે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોંગે્રસને ગુજરાતનો હિસ્સો બનવું હોય તો જાતિવાદ છોડવો પડશે: પાલિતાણામાં વિશાળ સભા સંબોધતા પી.એમ.

પાલીતાણા,તા.28 : ચુંટણી પ્રચાર અંતર્ગત ગુજરાત સૌરાષ્ટ્રને ધમરોળી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાલીતાણાની જાહેરસભામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર વરસી પડયા હતા. તેઓએ જનમેદનીને સંબોધતા જણાવેલ હતું કે, જેણે 40-40 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખ્યું તેના ખભે હાથ મુકીને એક ભાઇ પદ માટે પદયાત્રા કરે છે. પી.એમ.એ જણાવેલ હતું કે, જો કોંગ્રેસને ગુજરાતનો હિસ્સો બનવું હશે તો, જાતિવાદ છોડવો પડશે અને રંગ બદલવાનું છોડવું પડશે. શ્રી મોદીએ એવું પણ જણાવેલ હતું કે, કોંગ્રેસ સરકારમાં ગુજરાત અસુરક્ષિત હતું.

હવે ભા.જ.પ. સરકારમાં ગુજરાતનો વિકાસ થયો છે અને રાજય સુરક્ષીત પણ બન્યું છે.આ તકે પી.એમ. એ જણાવેલ હતું કે, તમારે અહીંયા કમળ ખીલતુ રાખવાનું છે, તમારે તમામ બેઠકમાં ધ્યાન આપવું પડશે. આવતા 25 વર્ષમાં ગુજરાતને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય બનાવવું છે, તમારે સાથ આપવાનો છે. દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બનવા જઇ રહ્યું છે, હજારો યુવાનોને રોજગારી મળશે. ગુજરાતના લોકોને હિજરત કરીને બહાર જવું પડતું હતું, આજે આખો દેશ અહીંયા કમાવા આવે છે.

વર્ષ 2014 પહેલા કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે 60 ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઇબર નાખ્યું હતું, અમારી સરકારે 8 વર્ષમાં 3 લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઇબર નાખ્યું, ગામડે ગામડે વિકાસ થયો. આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને ગુજરાતને અંધકારમાંથી બહાર લાવ્યા, આ ભાજપથી જ થાય કોંગ્રેસથી નહીં. મે કહ્યું હું 24 કલાક આપીશ, તો કોંગ્રેસીયા મારી મજાક ઉડાવતા હતા કે આ કોઇ દિવસ સરપંચ પણ નથી થયો અને સી.એમ થઇને વીજળી કેમની આપશે. ? દુનિયાભરમાં ખાતર મોંઘુ થયું છે, પણ અમે સસ્તુ આપીએ છીએ.

આપણા દેશને ખાતરની અછત છે, બહારથી લાવવું પડે છે. ખેડૂતોને ઓછો બોજ આવે તે માટે અમે કામ કર્યું. ભાવનગરમાં અઢી લાખ ખેડૂતોનાં ખિસ્સાંમાં 510 કરોડ રૂપિયા પીએમ કિશાન યોજનાથી મળ્યા છે.આપણે સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવ્યું, જેમ દેશની એકતામાં સરદાર પટેલનું યોગદાન હતું, તેમ રાજવી પરિવારોનું પણ યોગદાન હતું. રાષ્ટ્ર માટે આવડો મોટા ત્યાગની ભાવનગરે શરૂઆત કરી, આ ગોહિલવાડની ધરતીને સલામ ભાવનગરના મહારાજાએ દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે રાજપાટ સમર્પિત કરી દીધું.


Related News

Advertisement
Advertisement
Advertisement