કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે કટાક્ષમાં કહ્યું કે અમે ખેડુતોની વાત કરીએ છીએ, ગરીબોની વાત કરીએ છીએ તો મીડીયા ઐશ્વર્યા રાય અને શાહરૂખખાનની વાત કરે છે.
ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલે આ કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે મુદ્દાની વાત થતી નથી. તેઓ શાહરુખખાન શું બોલ્યા તેની ચિંતા કરે છે પણ ખેડૂતો ભૂખ્યા મરે છે તેની વાત કરતા નથી.