રાજકોટ, તા. 28
રાજકોટની વિધાનસભા-68 પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડ અને વિધાનસભા-70 દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાના સમર્થનમાં દલિત સમાજના આગેવાન અને ઉચ્ચ શિક્ષિત એવા નાગરિક બેંકના ડિરેકટર દિપકભાઇ અરજણભાઇ મકવાણાએ દલિત સમાજના સંમેલન યોજી ભાજપના આ બંને ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી છે.
દેશ અને રાજયના વિકાસ, સમૃધ્ધિ, સલામતી માટે ભાજપ સરકાર તારણહાર બની છે. કોઇ પણ સંજોગોમાં લોકોની સુરક્ષા અને સદભાવના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતની ટીમ ખડેપગે રહી છે. દેશના વર્તમાન સંજોગોમાં ફરી હિન્દુ સમાજને એક થવાનો અને હિન્દુવાદી સરકારના હાથ મજબુત કરવાનો મોકો મળ્યો છે ત્યારે તમામ દલિત મતદારોને તારીખ 1ના ગુરૂવારે ઇવીએમમાં કમળનું બટન દબાવવા દિપકભાઇ મકવાણાએ અપીલ કરી હતી.
રાજકોટ-68ના ઉમેદવાર ઉદયભાઇ કાનગડનો ઇવીએમમાં ક્રમ નં.2 છે અને રાજકોટ-70ના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાનો ઇવીએમમાં ક્રમ નં.1 છે. આ ક્રમ સામેના કમળના નિશાનને દબાવીને ભાજપના હાથ મજબુત કરવામાં આવશે. ઉદયભાઇ કાનગડના સમર્થનમાં વોર્ડ નં.4, પ અને 1પના દલિત વિસ્તારો નરસિંહનગર, થોરાળા, મોરબી રોડ અને પેડક રોડ પર સભાઓ, મીટીંગ, જનસંપર્ક રાખવામાં આવ્યા હતા.
તો રમેશભાઇ ટીલાળાના સમર્થનમાં વોર્ડ નં.14, 8ના વિસ્તારો સોરઠીયા પ્લોટ, નવયુગપરા, લક્ષ્મી સોસાયટી, શાસ્ત્રી સોસાયટી, પૂર્ણિમા સોસાયટી વગેરેમાં દલિત સમાજનું સંમેલન દિપકભાઇ મકવાણાની આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું.
આ સંમેલનોમાં વોર્ડ નં.14ના કોર્પોરેટર ભારતીબેન મકવાણા, થોરાળાના પૂર્વ કોર્પોરેટર દેવજીભાઇ ખીમસુરીયા, શામજીભાઇ ચાવડા, બકુલભાઇ મકવાણા, જગદીશભાઇ ભોજાણી, રતાભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ રત્નોતર, ખીમજીભાઇ મકવાણા સહિતના દલિત આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોની દિપકભાઇ મકવાણાએ ઉદયભાઇ કાનગડ તથા રમેશભાઇ ટીલાળાને વિજયી બનાવી વિધાનસભામાં મોકલવા અનુરોધ કર્યો છે.