રાજકોટ. તા.28 : નટરાજનગરમાં આવેલ ગુરુજી કવાર્ટરમાં રહેતાં મનોજભાઈ હનુભાઈ બારૈયા (ઉ.વ.35) ગઈ તા.22 ના રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે પથારી પર બેસી બીડી પીતા હતાં ત્યારે બીડીનો તણખો ગાદલા પર પડતાં ગાદલું સળગતા યુવક પણ ગંભીર રીતે દાઝયો હતો. જેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં મૃતક છૂટક મજૂરી કામ કરતો અને ત્રણ ભાઈ બહેનમાં વચ્ચેટ અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.