રાજકોટ,તા.28 : શહેરમાં મવડી વિસ્તારમાં રૂમ ભાડે રાખી પત્ની તરીકે રાખવાના બહાને ગેરેજ સંચાલકે છેલ્લા દોઢ વર્ષથી વારંવાર મરજી વિરૂદ્ધ દૂષ્કર્મ આચર્યાની ત્યકતાએ ફરીયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પકડી લીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કેનાલ રોડ પર લલુડી વોકળીમાં રહેતો અને 80 ફૂટ રોડ નજીક સત્યમપાર્ક પાસે ગેરેજ ચલાવતો જતીનગીરી ગોસ્વામી નામના શખસે અગાઉ પાડોશમા રહેતી અને હાલ માલવીયાનગર વિસ્તારમાં ભાડાના રૂમમાં રહેતી ત્યકતાને પત્ની તરીકે રાખવાના બહાને વારંવાર મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધી ઝઘડો કર્યો હોવાનું જણાવતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ વાછાણીએ તપાસ કરતા અગાઉ આરોપી જતીનગીરી અને ફરિયાદી મહિલા પાડોશમા રહેતા હોય બન્નેને ઓળખ થઈ હતી.
ત્યારબાદ મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા બાદ આરોપી જતીનગીરીએ તેને મવડી વિસ્તારમાં ઓરડીમાં આગલા ઘરના પુત્ર સાથે રહેતી હોય બે સંતાનોનો પિતા એવા ગેરેજ સંચાલક જતીનગીરીએ દોઢ વર્ષથી લગ્ન વગર સાથે રહેતો હોવાનું અને છેલ્લા એક માસથી બન્ને વચ્ચે ઝઘડો થતાં તે તેને મૂકીને નાસી ગયો હોય અને ફોનમાં પણ જવાબ આપતો ન હોવાનું બહાર આવતા પોલીસે આરોપી ગેરેજ સંચાલક જતીનગીરી ગોસ્વામી સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો.