ભાજપનાં પ્રખર રણનીતિકાર અને ગૃહમંત્રી વરદાયિની માતાની માનતાથી જન્મ્યા છે !

28 November 2022 05:24 PM
Ahmedabad Elections 2022 Gujarat Politics
  • ભાજપનાં પ્રખર રણનીતિકાર અને ગૃહમંત્રી વરદાયિની માતાની માનતાથી જન્મ્યા છે !

માતા-પિતાએ કુલ દિપક માટે માનતા રાખી હતી: ગૃહ મંત્રી પણ માતાજીનાં પ્રખર ભકત

અમદાવાદ,તા.28
ભાજપની રાષ્ટ્રિય રણ નીતિ ગણાતા અમિત શાહ પણ ગુજરાતનાં છે, અને હાલ તેઓ રાજયમાં વિધાનસભાની ચૂંટણીનો ધુંઆધાર પ્રચાર કરી રહ્યો છે. ત્યારે શ્રી શાહ સાથે જોડાયેલી ત્યારે, એક રસપ્રદ બાબત સાથે આવી છે.અને આ બાબતએ છે, કે શાહ પરિવાર જેમાં સૌથી વધુ શ્રધ્ધા ધરાવે છે. તે વરદાયિની માતાની માનતા થી અમિત શાહનો જન્મ થયો છે.

રાજકીય ગરમાવા વચ્ચે એક રસપ્રદ વાતને યાદ કરીએ, જે અમિત શાહ સાથે જોડાયેલી છે. અમિત શાહ આજે દેશના ગૃહમંત્રી છે. દેશની સુરક્ષીની સાથે સાથે તેઓ બીજેપીની નવી રણનીતિઓના મુખ્ય સૂત્રધાર પણ છે. પરંતુ શુ તમે જાણો છો કે, અમિત શાહના જન્મ માટે તેમના માતાપિતાએ માનતા રાખી હતી.

અમિત શાહના માતાજી અને પિતાજીએ માતા વરદાયિની પાસે માનતા માંગી હતી કે, તેમના ઘરમાં કુલદીપક આવે. સમયસર આ માનતા પૂરી પણ થઈ. માતા વરદાયિનીની કૃપાથી અમિત શાહનો જન્મ થયો હતો. આ જ કારણે અમિત શાહ દર નવરાત્રિએ માતાા દર્શન અને પૂજા માટે જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વરદાયિની માતાનું મંદિર ગાંધીનગનરા રૂપાલ જિલ્લામાં છે. જે ગાંધીનગરથી 13 કિલોમીટર અને અમદાવાદથી લગભગ 40 કિમી દૂર આવેલું છે. વરદાયિની માતાનું મંદિર રૂપાલ ગામની મધ્યે આવેલું છે. માન્યતા છે કે, વરદાયિની માતાનું આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યુ હતું.

આ મંદિર દેવી વરદાયિનીની સમર્પિત છે. રૂપાલનું વરદાયિની માતાનું મંદિર નવરાત્રિ ઉત્સવ દરમિયાન ઘીની નદીઓ માટે પ્રખ્યાત છે. રૂપાલમાં નોમના દિવસે યોજાતી પલ્લી વર્લ્ડ ફેમસ છે. નવરાત્રિના તહેવાર પર દેવી વરદાયિનીના રથને ગામની વચ્ચોવચ કાઢવામાં આવે છે અને મુખ્ય મંદિર સુધી પહોંચાડવામા આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement