રાજકોટ. તા.28 : પ્ર.નગર પોલીસ મથકના ત્રણ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસામાં જેલ હવાલે કરવાનો હુકમ પોલીસ કમિશ્નરે કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, પ્ર. નગર પોલીસ મથકમાં નોંધાયેલ ત્રણ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા શમસેર ઉર્ફે સમીર અબ્બાસ જૂણાત (ઉ.વ.33) (રહે. ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.26) અને રાહીલ ઉર્ફે આસીફ હનીફ ગનીયાણી (ઉ.વ.23)(રહે. છત્રપતિ ટાઉનશિપ, રેલનગર) વિરુદ્ધ પ્ર. નગર પોલીસ મથકના પીઆઇ આર. ટી. વ્યાસ અને પીસીબી શાખાના પીઆઇ જે.આર.દેસાઈએ પાસા દરખાસ્ત રજૂ કરતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પાસા દરખાસ્ત મંજુર કરી શમસેરને ઉર્ફે શબ્બીરને મહેસાણા અને રાહીલ ઉર્ફે આશીફને અમદાવાદ જેલ હવાલે કરવાનો હુકમ કરતાં પ્ર. નગર પોલીસ મથકની ટીમે બંને આરોપીને દબોચી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.