કલકતા,તા.28
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી નજીક આવતા રાજકિય નેતાઓના નિવેદનો વધી રહ્યા છે. ત્યારે માલદાના પાણિકચદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સબીત્રી મિત્રાનાં વિડિયોને વિપક્ષના શુવેંદુ અધિકારીએ ટ્વિટ કર્યો છે.
જેમાં ટીએમસીના ધારાસભ્ય સબીત્રી મિત્રા એવુ કરી રહ્યા છે. કે ગુજરાતી ઓનું દેશના સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નથી.સાથે તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહની તુલના દુર્યોધન અને દુશાસન સાથે કરી છે તે બાબતે શુવેંદુ અધિકારીએ સબીત્રી મિત્રાપર આહરા પ્રહારો ટ્વિટ દ્વારા કર્યો છે.
જો કે, ટીએમસી ધારાસભા સબીત્રી મિત્રાએ શુવેંદુ અધિકારીનો આ પ્રકારના પ્રહારો પર જવાબ આપવાની ના પાડી છે શુવેંદુ અધિકારી શું કહી રહયા છે તેનો હું જવાબ આપીશ નહીં તેમ જણાવ્યું છે.