મેક્સિકોમાં પૂંછડી સાથે બાળકીનો જન્મ : તબીબોએ સર્જરી કરી પૂંછડી હટાવી

28 November 2022 05:33 PM
India World
  • મેક્સિકોમાં પૂંછડી સાથે બાળકીનો જન્મ : તબીબોએ સર્જરી કરી પૂંછડી હટાવી

મેક્સિકો,તા. 28
અહીં એક દુર્લભ ઘટના બહાર આવી છે. એક મહિલાએ જન્મ આપેલ નવજાત બાળકી પૂંછડી સાથે જન્મી હતી. લગભગ 6 સેન્ટીમીટરની લંબાઈની પૂંછડી ધરાવતી નવજાત બાળકીને જોઇ ડોક્ટર સહિત ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

જો કે બાદમાં તબીબોએ ઓપરેશન કરી નવજાતની પૂંછડી દૂર કરી હતી.ડોક્ટરોના જણાવ્યા અનુસાર આવી દુર્લભ ઘટના દર 10 લાખે એક વ્યક્તિ સાથે બને છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે પૂંછડી વાળ અને ત્વચાથી ઢંકાયેલી હતી અને તેને દબાવવાથી બાળકી રડતી હતી. બાદમાં ડોક્ટરોએ બાળકીનો લુમ્બોસેકલ એક્સ-રે લીધો. જેથી ડોક્ટરોને બાળકીની પીઠના, નીચેના ભાગની શારીરિક રચનાને જોવામાં મદદ મળી હતી પણ પૂંછડીમાં વિસંગતિ કે હાડકાની રચનાના કોઇ પુરાવા નહોતા મળ્યા.

આનો મતલબ એ હતો કે પૂંછડી નિષ્ક્રિય હતી. ડોક્ટરોએ બાળકીની એમઆરઆઇ સ્કેન કરી પણ તેમાં પણ કોઇ વિસંગતિ ન જોવા મળી. બાદમાં ડોક્ટરોએ બાળકીને બે મહિના દેખરેખ હેઠળ રાખી હતી. બે મહિના પછી ટેસ્ટ દરમિયાન બાળકી સામાન્ય નવજાતની જેમ જ વ્યવહાર કરતી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement