સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જ યોજાશે

28 November 2022 05:47 PM
Rajkot
  • સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જ યોજાશે

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત મહાપાલિકાનું આયોજન : તા.30 સુધીમાં ફોર્મ ભરી શકાશે

રાજકોટ, તા.28 : સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સ્વચ્છ સર્વેક્ષણ - 2023ને ધ્યાને રાખી, સ્વચ્છતા બાબતેના ઇનોવેટીવ સોલ્યુશન થકી શહેરીજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા મહાનગરપાલિકા દ્રારા સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જમાં કુલ ચાર વિષય રહશે

જેમાં સોશ્યલ ઇન્કલુઝન, ઝીરો ડમ્પ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાન્સપરન્સીઆ ચેલેન્જમાં નાગરિકો, શહેરીજનો, સંસ્થાઓ, અન્ય નાગરિકોના જૂથમાંથી આ વિષયોમાં ઇનોવેટીવ સોલ્યુશન માટે આમંત્રિત કરવામાં આવે છે. આ સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જમાં નાગરિકને ભાગ લેવા માટે કોઈ વય-મર્યાદા પણ નથી. આ ચેલેન્જ 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની છે. જેમાં ભાગ લેવા માટે મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.RMC.GOV.IN પર સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જ સેક્શનમાં ગુગલ લીંક મારફત ઓન-લાઈન ફોર્મ ભરી શકાશે.

વધુ માહિતી માટે બીગ બજાર પાછળની વેસ્ટ ઝોન ઓફિસમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, રૂમ નંબર. 6માં અથવા સંપર્ક કરવો અથવા ઈ-મેલ આઈ. ડી. rakesh kumar meenv @gmail. com પર સંપર્ક કરવો. આ સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જમાં ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી મુદત તા. 30-11 રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement