મોરબી રોડ પર જકાતનાકા પાસે બે બાઇક સામસામે અથડાતા આધેડનું કરૂણ મોત

28 November 2022 05:49 PM
Rajkot Crime
  • મોરબી રોડ પર જકાતનાકા પાસે બે બાઇક સામસામે અથડાતા આધેડનું કરૂણ મોત

સાળાની પુત્રીના શક્તિ સોસાયટીમાં લગ્ન હોય ત્યાં જમવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો:પરિવારમાં શોક

રાજકોટ,તા.28 : મોરબી રોડ પફર જકાત નાકા પાસે બે બાઇક સામસામે અથડાતા આધેડનું મોત નીપજ્યું હતું.તેઓ લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.બનાવની વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર સત્યમ પાર્કમાં રહેતા પ્રદીપભાઈ મગનભાઈ દેથરીયા(ઉ.વ.48)ના શક્તિ સોસાયટીમાં રહેતા સાળાના દીકરીના લગ્ન હતા.

જે પ્રસંગે તેઓ પોતાનું બાઇક લઈ જમવા જતા હતા ત્યારે સામેથી આવી રહેલા બાઇક સાથે પ્રદીપભાઈનું બાઇક ધડાકાભેર અથડાતા તેઓને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પ્રદીપભાઈ મજૂરીકામ કરતા હતા તેઓ ચાર ભાઈ એક બહેનમાં વચેટ હતા અને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.તેઓના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.આ અંગે બી ડિવિઝન પોલીસમાં અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામેં કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement